હોસ્ટેલમાં રહીને ભણનાર બોટાદના નિરક્ષર માતાપિતાનો દીકરો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ
હોસ્ટેલમાં રહીને ભણનાર બોટાદના નિરક્ષર માતાપિતાનો દીકરો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ
બોટાદ જિલ્લાના નાનકડા જૂનવદર ગામનો વિદ્યાર્થી જે સુરેન્દ્રનગરમાં એસ.એન.સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેણે જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.માલકિયા ભવદીપકુમાર ગોરખભાઈ નામનો વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં ૯૯.૯૪ પર્સન્ટાઈલ રેન્ક સાથે રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવતા તેના ગામમાં તેમજ શાળા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ભવદીપને એમબીબીએસમાં પ્રવેશ લઈને સર્જન બનવાનું સપનું છે. ભવદીપભાઇ ના માતાપિતા નિરક્ષર હોવાથી તેમને ગામલોકોએ તેમના દિકરાની સિધ્ધી વિશે જાણ કરી હતી. માલધારી પરિવારમાં ઉછેર પામેલો ભવદીપ નાનપણથી ગાયો પ્રત્યે પ્રેમ ધરાવે છે.તે પોતાની સફળતાનો શ્રેય તેના માતા પિતા અને સમાજના માર્ગદર્શકો તથા શાળા પરિવારને આપે છે.આ બાબતે ભવદીપે જણાવ્યું હતું કે હું દરરોજ શાળામાં કરાવેલા અભ્યાસનું નિયમિત રીવીઝન કરી લેતો હતો. તેમજ કોઈપણ ડીફીકલ્ટી હોય તો તરત શિક્ષકોનું માર્ગદર્શન લેતો હતો. રીવીઝન સિવાય સારા પરિણામ માટે એમસીક્યુ પર વધુ ફોકસ કરવુ.ટોપર બનવુ હોય તો ફીઝીક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેય પર સરખુ ફોકસ કરવું જરૂરી છે. સાયન્સ સ્ટ્રીમમાં વાંચવાની સાથે લખવાની પ્રેકટીશ પણ હોવી મહત્વની છે. હું હોસ્ટેલમાં રહેતો હતો તેનો મુખ્ય ફાયદો એ થયો કે ટીવી અને મોબાઇલથી દૂર રહી શક્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.