જસદણની યુવતી સાથે સંબંધ બાંધી ઠુકરાવી દેવાના કેસમાં શેસન્સ કોર્ટે શિક્ષકની જામીન અરજી ફગાવી
જસદણ પંથકના એક ગામમાં યુવતીને લગ્ન માટે લલચાવી દોઢ વર્ષ સુધી જુદી-જુદી જગ્યાનએ શરીર સંબંધ બાંધી ઠુકરાવી દેવાની નોંધાયેલી ફરિયાદ મામલે આરોપી શિક્ષકની આગોતરા જામીન અરજી રાજકોટ શેસન્સ અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, જસદણ પંથકના એક ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ ધનજી આંદાણી નામના શખ્સક સામે ખુદ પીડીતાએ આઈપીસી કલમ 376(2) એન મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સુરેશ આંદાણીએ યુવતી સાથે પરિચય કેળવી તા.27/5/2022 થી તા.13/11/2023 સુધી લગ્ન કરવાની લાલચ આપી જુદા-જુદા સ્થચળે હોટલમાં તેમજ આરોપીના નવા મકાન ખાતે લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધીને લગ્ન કરવાની ના પાડી દઈ ઠુકરાવી દીધાની ફરિયાદ તા.1/4/2024 ના રોજ જસદણ પોલીસ સ્ટેીશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ અન્વાયે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર પીડિતાનું સીઆરપીસી 164 મુજબ નિવેદન લેવામાં આવ્યુ હતું. ત્યાઆરબાદ આરોપી શિક્ષક સુરેશ ધનજી આંદાણીએ રાજકોટ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજી અન્વકયે અદાલતમાં સરકારી વકીલ બિનલ રવેશિયા હાજર થયા હતા. તેમણે આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો તેમજ આરોપી સુરેશ આંદાણીને અન્ય સાથે પણ સંબંધો હોય એ પ્રકારના ફોટોગ્રાફ રજૂ કર્યા હતા તેમજ આરોપીની ધરપકડની ખાસ જરૂરત હોવાના મતલબની દલીલો કરી હતી. જેને ધ્યા ને લઈને અધિક સેશન્સવ જજ એસએસ વર્માએ આરોપી સુરેશ ધનજી આંદાણીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એપીપી બીનલબેન રવેશિયા રોકાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.