CAની પરીક્ષામાં નાપાસ થતા 21 વર્ષીય યુવતી નો આપઘાત : સ્યુસાઈડ નોટ મળી આવી
શહેરના કોઠારીયા રોડ પર તીરૂપતિ સોસાયટી શેરી નં.1માં રહેતી માનસી રાજેશભાઈ ગઢીયા (ઉ.વ.21) એ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.યુવતીએ એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં માતા અને ભાઈની માફી માંગી છે.તેણી સીએની પરિક્ષામાં નપાસ થતા હતાશા અને ડીપ્રેશનમાં આવી પગલું ભરી લીધાનું તેની સ્યુસાઈડનોટ પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, માનસી ગઢીયા સીએની પરિક્ષા માટે તૈયારી કરતી હતી. ગઈકાલે રાત્રે 12.30 વાગ્યા સુધી તે વાંચન કરતી હતી.સુઈ જવાનું કહીં તેના માતા સુવા ચાલ્યા ગયા હતાં. પછી સવારે ઉઠીને જોયું તો માનસી ઘરના આગળના હોલમાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતી જોવા મળી હતી.તેને નીચે ઉતારી 108માં જાણ કરતાં 108ના તબીબે મૃતજાહેર કરી હતી અને પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી.પરિવારની પુછપરછ જાણવા મળેલ કે, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી.છતાં દીકરીને સીએનું જણાવતા હતાં.
મૃતકના પિતા રાજેશભાઈને ઘર પાસે જ પાનની દુકાન છે તેણી બે ભાઈ એક બહેનમાં નાની હતી.થોડા દિવસથી તે ડીપ્રેશનમાં રહેતી હતી.ડોકટરને બનાવતા તેણે ઓવરથીંકીંગ કરવાની ના કહી હતી. જો કે પરિક્ષાને લઈ માનસી સતત વિચારતી રહેતી હતી. પોલીસે ખાસ કરતા સ્યુસાઈડનોટ મળી હતી.સ્યુસાઈડનોટમાં લખ્યું છે કે, આઈએમસોરી, મને નથી ખબર હું આ કેમ કરું છું.પણ મારાથી નથી સહન થતું.મમ્મીએ દાદાએ મને આટલું ભણાવી આટલા સુધી હું પહોંચી શકી.પણ ઘણા સમયથી એવું લાગે છે કે, એમને મારા માટે વિચાર્યું એ મારાથી નથી થવાનું હું ઘણી મહેનત કરું છું.એક સામમાં હું ફેઈલ થઈ હતી.
તો પણ મને ઘરેથી કોઈએ કંઈ કીધું નથી હું મગજથી થાકી ગઈ છું.એકસામ છે.એના માટે ખુબ મહેનત કરી છે. પણ આખો દિવસ એકલા રહીને હું ઓવરથિંકીગ કરું છું.ફયુચરમાં કંઈ નહીં થાય મારાથી તો? એ વિચારીને બીક લાગે છે. મારી મમ્મી થાકી ગઈ છે હું આવી રીતે નથી જોઈ શકતી.એને, અને નથી હું આટલે સુધી પહોંચીને સીએ નથી મુકી શકતી મને કોઈ પરાણે નથી કરાવતું.હું મારી મરજીથી જ કરું છું.આ બધુ મારા દાદા નથી તો કોઈ નથી એવું લાગે છે મને મારા બે ભાઈએ સપોર્ટ કર્યો છે.ભણવામાં મારા માટે જેટલું કરી શકાય એટલું કર્યું છે. મારી તબિયત ખરાબ થવા લાગી છે.
આના લીધે મારાભાઈ અને મમ્મી સામે જોઈને અત્યાર સુધી મે કંઈ નહોતું કર્યું, પણ હવે મારાથી નથી.સહન થતું. આ ડીપ્રેશન છે કે,શું મને નથી ખબર પડતી. મે ઘણી ટ્રાઈ કરી કે હું આવું ન વિચારું મને લાગ્યું એવું કે હું ભાઈને આ બધું કહીં દઉં પણ હિમ્મત ન થઈ આઈ એમ સોરી મમ્મી, ભાઈ, ડેનિશ ભાઈ અને ડેનિશ હોય ત્યારે મને આવા કંઈ વિચાર નહોતા આવતા પણ મારા માટે હું ભાઈને ઘરે નથી બેસાડી શકતી.આમ હતાશા અને ડીપ્રેશનમાં આવી માનસી ગઢીયાએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધાનું તારણ છે.
પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે યુવતીના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.એકની એક દીકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.