ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂરું થતા જ મેઘરજમાં ભાજપના નેતા પર હુમલાની ઘટના.
લોકસભા ચૂંટણી સાતમે 2024 ને આજે પૂરી થતાં તરત જ મેઘરજ માં ભાજપના યુવા નેતા પર અજાણા શખ્સોનો જાન લેવા હુમલો.અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કરતા ભાજપ નેતા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર આપવામાં આવી હતી. હુમલા અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.અજાણ્યા શખ્સોએ ભાજપ નેતાની કારના કાચ તોડ્યા.મળતી માહીતી મુજબ, અરવલ્લીમાં ભાજપના નેતા પુંસરીના સરપંચ અને પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર મેઘરજમાં હુમલો કરાયો છે. મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા લાકડીથી હુમલો કરીને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં હિમાંશુ પટેલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમના હાથમાં ઈજા પહોંચી હતી.પોલીસએ એક વ્યક્તિની અટકાયત કરી.ઘટનાને લઈને તાત્કાલિક મેઘરજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જિલ્લા LCB, SOG પોલીસે ઘટના અંગે હુમલાખોરોની તપાસ આદરી છે અને સીસીટીવી મેળવવા માટે કવાયત હાથ ધરી છે. વિગતો મુજબ, અત્યાર સુધીમાં એક હુમલાખોરની અટકાયત કરી લેવામાં આવી છે.
જીતેન્દ્રભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.