ઈડીસી મારફત મતદાન કરી નાગરિક તરીકેની ફરજ બજાવતા ઓનડ્યુટી અધિકારી - At This Time

ઈડીસી મારફત મતદાન કરી નાગરિક તરીકેની ફરજ બજાવતા ઓનડ્યુટી અધિકારી


બોટાદ જિલ્લામાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી કે.બી.રમણાને લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪માં બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા સહ નોડલ તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી તેમણે ડ્યુટી પર હોવા છતાં મતદાન મથક ખાતે ઇડીસી મારફત મત આપી પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો મૂળ તળાજા વિધાનસભા વિસ્તારની યાદીમાં નામ ધરાવતાં અધિકારીએ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મહત્તમ મતદાન થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા કોઈપણ બુથમાં મતદાન કરી શકે તે માટે EDC થકી મતદાનની પહેલને બીરદાવી હતી
તેઓએ બોટાદ જિલ્લાના શંકરપરા બુથ ખાતે મતદાન કરી ચૂંટણી પંચ નો આભાર વ્યક્ત કર્યો હતો, તથા ફરજ પરનાં અન્ય અધિકારીશ્રી -કર્મચારીશ્રીઓને પણ આ રીતે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.