જસદણના કાળાસર ગામે ગાંજા સાથે પકડાયેલ આરોપી જામીન પર
જસદણ તાલુકાના કાળાસર ગામની સીમમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. જેમાં ૧૫૯ કિલો લીલા ગાંજાના છોડ સાથે ઝડપાયેલા ખેડૂતને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જસદણ નજીક કાળાસર ગામે રહેતો ધનજી નાનજી કોતરાએ પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યા હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે તા. ૬ /૧૨ /૨૦૨૩ ના રોજ દરોડો પાડી ૧૫૯ કિલો લીલા ગાંજાના છોડ સાથે ખેડૂત ધનજી નાનજી કોતરાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતે જેલ હવાલે કર્યો હતો. હાલ જેલ હવાલે રહેલા ધનજી નાનજી કોતરાએ જામીન પર છૂટવા રાજકોટમાં જામીન અરજી કરી હતી.જે જામીન અરજી નામજૂર થતા જેથી નારાજ થઈ ધનજી નાનજી કોતરાએ હાઇકોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ ન્યાયધીશે ધનજી નાનજી કોતરાને જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે રણજીત મકવાણા, જીગ્નેશ પાડલીયા રોકાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.