સાયલામાં પૈસા ની ઉઘરાણી કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ - At This Time

સાયલામાં પૈસા ની ઉઘરાણી કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ


સાયલામાં આવેલી વિવિધ દુકાનોમાં જઈ એક શખ્સ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હોવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા પોલીસ મથકે નોંધાવી હતી.

સાયલામાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પરેશકુમાર કાંતિલાલ પુજારાની દુકાને સંજય જીવણભાઈ રાઠોડ નામનો શખ્સ લોખંડની ડીસમીસ લઈને ધસી આવ્યો હતો અને જો તારે જીવતા રહેવું હોય, સાયલામાં ધંધો-વેપાર કરવો હોય તો મને રૂ.૧૦ હજાર આપવા પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં અન્ય દુકાનદાર અશોકભાઈ ચૌહાણ પાસે પાંચ હજાર, હરગોવિંદભાઈ ચમનલાલ ચૌહાણ પાસે પાંચ હજાર માંગણી હતી. તેમજ રૂપિયા નહીં આપે તો તેના સાથીદારો દ્વારા ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
જેથી સાયલા વેપારી મંડળ પોલીસ મથકે પહોંચ્યું હતું અને સંજય રાઠોડ સામે ફરિયાદ નોંધાવાનો નિર્ણય લીધો હતો.
સાયલા પોલીસે પૈસાની ઉઘરાણી કરતા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.