મહીસાગર સિચાઈ ઉદ્દદ્ધહન યોજના માટે રૂ.૭૯૪ ક૨ોડની યોજનાની કામગીરી રૈયોલી ગામે ચાલુ કરવામાં આવી - At This Time

મહીસાગર સિચાઈ ઉદ્દદ્ધહન યોજના માટે રૂ.૭૯૪ ક૨ોડની યોજનાની કામગીરી રૈયોલી ગામે ચાલુ કરવામાં આવી


રૈયાલીમાં ૪૦ લાખ અને મુનજીના મુવાડા ખાતે ૬૬ લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીઓ બનાવવામાં આવશે.

સિંચાઈ યોજના માટે રૂ. ૭૯૪ કરોડની વહીવટી મંજૂરી ૨૬૮ કિ.મી.લાંબી પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે.

ત્રણેય તાલુકામાં ૧,૪૫૬ મિલિયન ઘનફૂટના પાણીના જથ્થાનો સંગ્રહ થશે

નદી ઉદ્દહન સિંચાઈ યોજના થકી ખેડા-મહીસાગરના વિવિધ ૮૧ ગામના કુલ ૧૩૪ તળાવો ભરવાથી ૮,૧૦૦ હેક્ટર જમીનને પિયતનો લાભ થશે : જળ સંપત્તિ- પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ મહી નદી ઉદ્દહન સિંચાઈ યોજના માટે રૂ.૭૯૪ કરોડની વહીવટી મંજૂરી-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ને કામગીરી નો આરંભ કરવામાં આવ્યો છે

મહી નદીની ઉદ્દહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના ૫૪ ગામના ૬૧, કઠલાલના ૨૦ ગામના ૨૦, ગલતેશ્વરમાં ૦૭ ગામના ૦૮ તેમજ ઠાસરા તાલુકામાં ૦૫ તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના ૪૦ ગામના ૪૦ એમ બંને જિલ્લાના કુલ ૧૩૪ તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી ૮,૧૦૦ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર “હર હાથને કામ, હર ખેતને પાણી' આપવા કટિબદ્ધ છે. મહી નદીની ઉદ્દહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના ૫૪ ગામના ૬૧, કઠલાલના ૨૦ ગામના ૨૦, ગલતેશ્વરમાં ૦૭ ગામના ૦૮ તેમજઠાસરા તાલુકામાં ૦૫ તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના ૪૦ ગામના ૪૦ એમ બંને જિલ્લાના કુલ ૧૩૪ તળાવો ભરવામાં આવશે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.