માળીયા હાટીના મા તા.4/5/24 ના યોજાવનાર રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલન રદ
માળીયા હાટીના રાજપૂત ક્ષત્રિય સમાજ ની અસ્મિતા માટે રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલન તા. 4/5/24 રાખવામાં આવેલ હતું તે માટે ની બધી પરમિશન પણ તારીખ ૨૯/૦૪/૨૦૨૪ રોજ આપણ ને મળી ગઈ હતી.
રાજપૂત ક્ષત્રીય સમાજ એક ના થાય અને સમાજ ની એકતા જ્યારે આખા ગુજરાત નો ક્ષત્રિય સમાજ જોવા નો હોઈ અને રાજપૂત ક્ષત્રિય સમાજ નું પણ બહુ સારું નામ થાય તેમ હતું. પરંતુ તા.4/5/24 સંમેલન હોઈ અને હાલ જયારે સંપુર્ણ તૈયારી આખરી ઓપ હોય ત્યારે 20 કલાક પહેલા જ સંપૂર્ણપણે સમાજને અંધારામાં રાખીને આપણી પરમિશન કેન્સલ કરવામાં આવી આખા ગુજરાતમાં જ્યારે રાજપુત ક્ષત્રિય એકતા ના બધી જગ્યાએ સંમેલન થતા હોય ત્યારે ફક્ત માળિયા હાટીના માં જ કેમ નહીં ? આનો જવાબ સાત તારીખે મતદાન આ તાનાશાહી સામે કરી ને જરૂર આપશો. આ લડાઇ ફક્ત રાજકીય નહિ સામાજિક છે આ લડાઇ હજી પણ છે જેના અનુસંધાને તારીખ ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ મહારાણા પ્રતાપસિંહ જી ના જન્મ દિવસ ના દિવસે તે જ જગ્યા એ આ સંમેલન મળશે અને તેમાં પણ આ જ ઉત્સાહ અને જનુન થી જોડાવા રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સર્વે ને આહવાન કરેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.