આજે સાંજે સીઆર પાટીલની હાજરીમાં સમી સાંજે કરદેજના પાદરમાં આવેલ કેશવ ફાર્મ ખાતે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં આહીર સમાજનું વિશાળ સ્નેહમિલનનું આયોજન કરાયું, - At This Time

આજે સાંજે સીઆર પાટીલની હાજરીમાં સમી સાંજે કરદેજના પાદરમાં આવેલ કેશવ ફાર્મ ખાતે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં આહીર સમાજનું વિશાળ સ્નેહમિલનનું આયોજન કરાયું,


લોકસભાની ચૂંટણીને આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ
દિવસો બાકી રહયા હોય, ભારતીય જનતા પાર્ટી ધ્વારા ભાવનગર લોકસભા
બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર-પ્રસાર,
લોકસંપર્કની કામગીરી પૂરજોશમાં વેગવંતી બનાવવામાં આવી છે, સાથોસાથ
વિવિધ સમાજ- સંસ્થાઓ ધ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં
સ્નેહમિલન સમારોહના ભવ્ય આયોજનો થઈ રહયા છે અને નિમુબેન
બાંભણિયાને ભવ્ય લીડથી વિજયી બનાવવા મજબૂત સમર્થન અપાઇ રહયું છે
ત્યારે ભાવનગર વરતેજ નજીક આવેલ કરદેજના કેશવ ફાર્મ ખાતે આહીર
સમાજના લોકોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિમાં આહીર સમાજનું સ્નેહ મિલન
યોજાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે ગુજરાત ભાજપના અધ્યક્ષ
સીઆર પાટીલ ઉપસ્થિત રહયા હતા. તેમજ સાથે પ્રદેશ ભાજપ નેતા અને સ્ટાર
પ્રચારક રઘુભાઈ હુંબલ, અમરસિંહ ચૌહાણ, આર.સી.મકવાણા,
પરશોતમભાઈ સોલંકી, જીતુભાઈ વાધાણી, મહંત શંભુનાથજી ટુડિયા,
સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, કેશુભાઈ
નાકરાણી, રૈયાબેન મિયાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ તકે
આહીર સમાજના શ્રેષ્ઠીઓ સર્વેશ્રી રામભાઈ સાંગા, પેથાભાઈ આહિર,
આર.એચ.હડિયા સાહેબ, માયાભાઈ આહીર, ભરતભાઈ ડાંગર, મહેશભાઈ
ખમળ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે સીઆર પાટીલે એ જણાવેલ કે
દેશમાં લોકશાહીનું મહાપર્વ આવી રહયું છે ત્યારે આહીર સમાજ તેની આન-બાન
અને શાન માટે જાણીતો છે. આહીર સમાજનો ઐતિહાસિક વારસો વિરતા,
દાતારી અને શોર્યરસથી ભરપુર રહયો છે તેમજ દેશના વિકાસમાં આહીર
સમાજનું પ્રદાન બહુમૂલ્ય છે ત્યારે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનનાર આહીર
સમાજ ઉત્સાહભેર મતદાન કરે અને રાષ્ટ્રહિતમાં યોગદન આપે તેવી અપિલ કરી
હતી. આ તકે જીતુ વાઘાણીએ જણાવેલ કે ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ
છે,દરેક મતદાતા આ પર્વની ઉજવણીમાં સહભાગી બની રાષ્ટ્રહિતમાં અને
વિકાસના હિતમાં યોગદાન આપી દેશના વિકાસમાં સહભાગી થવા સંકલ્પબધ્ધ
બને તેવી અપિલ કરી હતી. આગળ કહ્યું હતું કે આહીર સમાજ હંમેશા ભારતીય
જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રહયો છે, રઘુભાઇ હુંબલે
જણાવેલ કે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભાજપ
સરકારના શાસનમાં સાકાર થયું છે તેમજ
નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર કરી રહી છે, તે બદલ
સમગ્ર આહીર સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. ત્યારે આપણે સૌ સનાતની
ની ફરજ બને છે કે આપણે રાષ્ટ્રહિતમાં સો ટકા મતદાન કરવા કટીબધ્ધ બનીએ.
વધુમાં જણાવેલ કે લોકશાહીના આ મહાપર્વ પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે
નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત કરવા ભાજપને ભવ્ય જીતાડવાનો સૌ
નિર્ધાર કરીએ. આ તકે વિશાળ સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયાને
સમર્થન મજબૂત કરી સર્વત્ર કેસરીયો લહેરાવાનો કોલ આપ્યો
હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.