બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર નું આયોજન કરાયુ
બ્રહ્માકુમારીઝ - બોટાદ સેવા કેન્દ્ર દ્વારા બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર નું આયોજન કરાયુ
રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે ૧૪૦ ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી બ્રહ્માકુમારીઝ બોટાદ સેવાકેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંત થી આધ્યાત્મિક અને રાજયોગ નું શિક્ષણ ,બ્રહ્માકુમારીઝ માર્ગ ,ઓહ્મ શાંતિ નગર બોટાદ ખાતે આપી રહયું છે.
બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર , ભાવનગર રોડ તથા પેટા સેવા કેન્દ્ર ,પાળીયાદ રોડ બોટાદ દ્વારા પાંચ દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિર નું સુંદર આયોજન સેવા કેન્દ્ર ના મુખ્ય સંચાલીકા બ્ર. કુ.નીતા બેન , બ્ર. કુ.વર્ષા બેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ શિબિર નું શુભ ઉદઘાટન તા.૩/૫/૨૪ ના રોજ બ્ર.કુ. નીતાબેન ની અધ્યક્ષતા મુક્તિધામ ના પ્રણેતા ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , લાલજીભાઇ કળથીયા ,પારુલબેન પટેલ , શાયોના સ્કૂલ ના પ્રિ. નિલેશભાઈ , સંચાલક હિતેશભાઈ , કળથીયા સ્કૂલ ના ગાયત્રી બેન ની વિશેષ ઉપસ્થિત માં દીપ પ્રગટાવી કરવામાં આવેલ.
કાર્યક્રમ નો શુભારંભ પ્રાર્થના ની કરવામાં આવેલ.
આ શિબિરમાં બન્ને સેન્ટર માં ૧૨૫ ઉપરાંત બાળકો જોડાયેલ છે. જેમાં બાળકો ને સ્વચ્છતા , સકારાત્મક જીવન શૈલી , હીંમત , જીવન નું લક્ષ્ય , મૂલ્યવાન સમય વિષય પર માર્ગદર્શન તથા ચિત્ર ,સંગીત ,બૌધ વાર્તાઓ ,વેશભૂષા અને સાંસ્કૃતિક જેવા કાર્યક્રમો થકી બાળકો માં રહેલ આંતરિક શક્તિ ખીલે અને બાળ વ્યક્તિત્વ નિખરે અને વિકાસ થાય તેવો ઉમદા હેતુ છે.કાર્યક્રમ નું સંચાલન બ્ર. કુ.ભૂમિ બેન અને માનસી બેને કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.