બ્રહ્મપુરી ગામની વિદ્યાર્થી સરોજબેન ગ્રામરક્ષક દળમાં સિલેક્ટ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. - At This Time

બ્રહ્મપુરી ગામની વિદ્યાર્થી સરોજબેન ગ્રામરક્ષક દળમાં સિલેક્ટ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.


ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા ગ્રામ રક્ષક દળ ની ભરતી બહાર પાડી હતી જેમાં સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામ ની વિધાર્થી સરોજ બેન ગ્રામ રક્ષક દળ માં સિલેક્ટ થતાં સામતપર ગ્રામજનો દ્વારા ફુલ હાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.સરોજબેન જયંતિભાઈ સેટાણીયા જે એક ખેડૂત પરિવાર માં આવે છે તેમજ સાયલા તાલુકામાં આવેલ બ્રહ્મપુરી ગામ નાં વતની છે.જેમા સેટાણીયા પરિવાર માં આનંદ ની લાગણી જોવા મળી હતી.જેમા સાથે સાથે સાયલા પત્રકાર જેસીગ સારોલા તેમની ભાણી હોવાથી હર હંમેશ માટે સરોજ બેન ને સપોર્ટ કરતા આવ્યા છે તેમજ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સ્વાગત રુપે સામતપર ગ્રામજનો અને કેસરપર વિનુભાઈ ઉપ સરપંચ સહિત અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.