સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ સહિત ૧૪ ઉમેદવારો મેદાનમાં - At This Time

સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ સહિત ૧૪ ઉમેદવારો મેદાનમાં


ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં વિસંગતતા જણાતાં ચૂંટણી અધિકારીની નોટિસ. ચૂંટણી પંચે લોકસભા બેઠક માટે ઉમેદવાર વધુમાં વધુ ૯૫ લાખ ખર્ચ કરી શકે તેવી મર્યાદા છે. પાછલી ચૂંટણીઓના પરિણામો તરફ નજર કરીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો મુજબ વર્ષ ૨૦૦૯માં ભાજપમાંથી મહેન્દ્રસિંહ ચૌહાણ જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં ભાજપમાંથી દિપસિંહ રાઠોડ સતત બે વખત ચૂંટણી જીતી લોકસભા પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૪માં ભાજપને ૫૦.૪૮ ટકા જ્યારે કોંગ્રેસને ૪૨,૭૬ ટકા મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ૮૪.૪૫૫ મતની સરસાઈથી જીત્યા હતા. ટકાવારીની દૃષ્ટિએ ૭.૭૨ ટકા જીતનું માર્જીન હતુ. વર્ષ ૨૦૧૯માં ભાજપના ઉમેદવારનું જીતનું માર્જીન ૨,૬૮,૯૮૬ જેટલું હતુ. વર્ષ ૨૦૨૪માં ભાજપમાંથી શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી મેદાનમાં છે. બંન્ને ઉમેદવારો મતદારોના દિલ જીતવા આકાશ- પાતાળ એક કરી રહ્યા છે. બંન્ને મુખ્ય રાજકીય પક્ષો પણ બેઠક અંકે કરવા ચૂંટણી સભાઓનું આયોજન કરી રહ્યા છે. જોકે મતદારોમાં હજુ સુધી ચૂંટણીનો માહોલ જામતો નથી. મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે. જેથી ઉમેદવારો તનતોડ મહેનતમાં લાગી ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.