સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં વિશ્વ લેબર ડેની ઉજવણી, હરિપ્રકાશ સ્વામીએ 800 શ્રમિકોના કાર્યની સરાહના કર્યા બાદ તેમના પર પુષ્પવર્ષા કરી
આજે સમગ્ર વિશ્વમાં લેબર ડે એટલે કે, શ્રમિક દિવસની ઉજવણી થઈ રહી છે દેશના ખૂણે-ખૂણે શ્રમિકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ દાદાના સાનિધ્યમાં શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી મંદિર પરિસરમાં સફાઈનું કામ, નિર્માણાધિન ગોપાળાનંદ યાત્રિક ભવનમાં ચણતર અને પ્લાસ્ટર સહિતનું કામ કરતાં 800 શ્રમિકોના કાર્યની હરિપ્રકાશ સ્વામીએ સરાહના કરી પુષ્પવર્ષા કરી હતી આ પછી હરિપ્રકાશ સ્વામીએ શ્રમિકોને આશીર્વચન આપી દાદાનો પ્રસાદની સાથે દક્ષિણા આપી હતી મહત્ત્વનું છે કે, મંદિર પરિસરમાં સફાઈનું કામ કરતા અને ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ચણતર-પ્લાસ્ટર સહિતનું કડિયા કામ કરતા શ્રમિકો માટે રાત્રે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.