UPSCના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં સરદાર ધામ, અમદાવાદ ખાતેથી તાલીમ લઇને સફળ થયેલા 8 ઉમેદવારોનું રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન
UPSCના તાજેતરમાં જાહેર કરાયેલા પરિણામમાં સરદાર ધામ, અમદાવાદ ખાતેથી તાલીમ લઇને સફળ થયેલા 8 ઉમેદવારોનું રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું હતું. સરદાર ધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્રમાંથી તાલીમ લઇને આ ઉમેદવારો સફળ થયા હતા. મુખ્યમંત્રી દ્વારા સફળ ઉમેદવારોના સન્માનની સાથે સાથે સરદારધામ સંસ્થાના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, વડાપ્રધાન મોદીએ હંમેશા યુવાઓનું સામર્થ્ય વધાર્યું છે. યુવાનોને સાથે લઇને દેશને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન જોયું છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ 25 ઉમેદવારો યુપીએસસી પરીક્ષા પાસ થવામાં સફળ રહ્યા છે. સરદાર ધામ જેવી સામાજિક સંસ્થાઓ યુવાનોના સ્વપ્ન સાકાર કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ઉમેદવારોએ પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવાર અને સરદાર ધામની સુવિધા અને શિક્ષણને આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.