અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલ ચાલકને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન
અકસ્માત કરી ભાગી જનાર ફોરવ્હીલ ચાલકને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન
તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ એક અરજદાર રાણપુર પો.સ્ટે. ખાતે આવી જણાવેલ કે તા.૨૦/૦૪/૨૦૨૪ ના ક.૦૯/૩૦ થી ક.૧૦/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર પોતાની અલ્ટો ફોરવ્હીલ ગાડી રજી.નં. GJ-18-AH-9661 લઈને ભાણેજડા થી પોતાના પરીવાર સાથે ભગુડા દર્શન કરવા જતા હતા, તે દરમ્યાન હડમતાળા ચોકડી પાસે અરજદારની ફોરવ્હીલ ગાડી સાથે કોઈ અજાણ્યો ઇક્કો સ્પોર્ટ ફોરવ્હીલ ચાલક અકસ્માત કરી બોટાદ તરફ ભાગી ગયેલ હોય, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના તપાસ કરનાર કર્મચારીનાઓને બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ખસ ચાર રસ્તા લોકેશનના કેમેરા ચેક કરી અકસ્માત કરી ભાગી ગયેલ ફોરવ્હીલ ગાડીનો રજી.નં. GJ-27-AH-9666 શોધી રાણપુર પોલીસ સ્ટેશનનાઓને આપતા તા.૨૭/૦૪/૨૦૨૪ ના રોજ બન્ને પક્ષોને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી સમાધાન કરી ધોરણસરની કાર્યવાહી કરેલ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.