ગરમી ફક્ત માનવો માટે જ નહીં પક્ષીઓ માટે પણ આવી છે દરેક ઘરમાં પંખીઓ માટે પાણીના કુંડા મૂકવા એ આપણી ફરજ
ગરમી ફક્ત માનવો માટે જ નહીં પક્ષીઓ માટે પણ આવી છે
દરેક ઘરમાં પંખીઓ માટે પાણીના કુંડા મૂકવા એ આપણી ફરજ
"ના રે ના, પક્ષી ક્યાં ગાય છે
એ તો ઉડતા ભગવાન છે
જે ટહુકામાં સાક્ષાત થાય છે."
પૃથ્વી પરની જીવસૃષ્ટિ ઈશ્વરની અદભૂત કલા છે, જેમાં દરેક જીવ પોતાની ભૂમિકા ભજવે છે. પૃથ્વી માનવજાત માટે માત્ર નિવાસસ્થાન નથી, પણ ગ્રહ પર રહેતા અસંખ્ય જીવોનું ઘર પણ છે. મનુષ્ય તરીકે અન્ય જીવસૃષ્ટિનું રક્ષણ કરવું એ આપણી ફરજ જ નહીં, પરંતુ જવાબદારી પણ છે.
વર્તમાન સમયમાં ઉનાળાની કાળઝાળ ગરમી માત્ર માનવજાત માટે જ નહીં, પણ પક્ષીઓ માટે પણ પીડાદાયક હોય છે. ગરમી વધવાની સાથે, જળાશયો સુકાઈ જાય છે અને પાણી શોધવું પક્ષીઓ માટે મુશ્કેલ બની જાય છે. પક્ષીઓ, માનવોની જેમ, પરસેવા દ્વારા શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકતા નથી. તેથી, ગરમીમાં શરીરને ઠંડક કરવા માટે તેઓ શ્વસન દ્વારા પાણી ગુમાવે છે. ઉપરાંત, ઊર્જાસભર ચયાપચય અને ઉડ્ડયન માટે પણ તેમને પાણીની જરૂર વધુ પડે છે. જ્યારે પાણી મળતું નથી, ત્યારે પક્ષીઓ શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. ઘણા પક્ષીઓ તરસને કારણે મૃત્યુ પણ પામે છે. પંખીઓ માટે પાણીના કુંડા મૂકવા જોઈએ. જેથી કરીને તેમને તેમની જરૂરિયાત અનુસાર પાણી મળતું રહે. જીવદયા એ જ સાચી માનવતા છે."ના રે ના, પક્ષી ક્યાં ગાય છે એ તો ઉડતા ભગવાન છે જે ટહુકામાં સાક્ષાત થાય છે."ડૉ. ગિરીશ શાહ
સભ્ય એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.