મહીસાગરના બાલાસિનોરમાં G.A.P ફોર્સના જવાનોને સાથે રાખી પોલીસે ફ્લેગમાર્ચ કરી
લોકસભા 2024ની ચૂંટણીને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ખડેપડે રહી પોતાની ફરજ બજાવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લાની પોલીસ દ્વારા મહીસાગર જિલ્લામાં સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ જિલ્લાના શહેરી અને ગ્રામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા આજે G.A.P જવાનો સાથે ફ્લેગમાર્ચ કરી પોલીસ સ્ટેશન વિસ્તારથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ ફ્લેગમાર્ચ બાલાસિનોર તાલુકા પોલીસ અને G.A.P ફોર્સના જવાનો સાથે અલગ અલગ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યા હતા.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.