સાળંગપુર ખાતે ધામધૂમપૂર્વક “શ્રી હનુમાન જયંતિ” મહામહોત્સવની ઉજવણી કરાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ એવં ભજન સંધ્યા, દાદાને અન્નકૂટ, પુષ્પવર્ષા વિગેરે અનેકવિધ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતી નિમિત્તે 21 થી 23 એપ્રિલ 2024 દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું હતું પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી હતી તેમજ ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર , 5,000 કિલો પુષ્પનો અભિષેક, રાજોપચાર પૂજા- મહાઆરતી સહિતના કાર્યક્રમ સાથે ઉજવણી થઇ હતી ત્રણ દિવસના હનુમાન જન્મોત્સવ અંતર્ગત લાખો ભક્તો માટે દર્શન, પાર્કિંગ વ્યવસ્થા પીવાના પાણીની અને સરબતતેમજ 2000થી વધારે સ્વયંસેવકો દ્વારા ખડે પગે મહામહોત્સવ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર મહોત્સવનું હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું તો રાતે 9 વાગ્યાથી રાત્રી કાર્યક્રમ થયા હતા,કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવમ્ મહાઆરતી કરવામાં આવશે. મહા આરતીમાં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, ભક્તો, યજમાનશ્રીઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક જોડાયા હતા પછી અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ડાન્સ ગ્રુપ દ્વારા ભવ્ય ડાન્સ રજુ કરી કીર્તિભાઈ સાગઠિયા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ સંતો, યજમાનો, ભક્તો બગીચામાં બેસી ને સંગીત કાર્યક્રમ માણ્યો હતો 23 એપ્રિલ 2024 ને મંગળવારના રોજ હનુમાન જયંતીના દિને મંગળા આરતી સવારે 5 વાગ્યે, સવારે 7 વાગ્યે -શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન કરાશે આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે જેમાં 1000 થી વધુ લોકો ભાગ લીધો હતો હનુમાન જયંતીના દિવસે સુવર્ણના વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર ની સાથોસાથ 5 હજાર કિલો હજારીગલના ફૂલથી સમગ્ર મંદિર શણગારવામાં આવ્યા હતા આ ફૂલના શણગારમાં 15 સંતો-પાર્ષદો અને 100 જેટલા હરિભક્તો આ સેવામાં જોડાશે. તો 250 કિલોની કેક બનાવવામાં આવી હતી આ ઉપરાંત હનુમાન જયંતીના દિવસે લાખો ભક્તો દાદાનો મહાપ્રસાદ વ્યવસ્થા કરા હતી. દાદાના ભક્તોને દાળ, ભાત, શાક, રોટલી,ગાઠિયા,બુંદી,મોહનથાળ, છાસ અને મીઠાઈ ભોજન મહા અન્નક્ષેત્રમાં પીરસવામાં આવ્યા હતા સાથોસાથ પાણી-સરબતની વ્યવસ્થા કરાઈ હતી, ટોટલ 1.5 થી 2 લાખ માણસો જમી શકે તેટલો પ્રસાદ મહા અન્નક્ષેત્રમાં બનાવવામાં આવ્યુ હતું,તો હનુમાન જયંતીના દિવસે સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું હતું. જેમાં દાદાની સંતો અને ભક્તો દ્વારા સમૂહ મહાઆરતી કરવામાં આવી હતી.
“શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ”
જય શ્રી કષ્ટભંજન દેવ
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.