મુંબઈથી રૂ।.600માં ખરીદી રાજકોટમાં રૂ। હજારમાં દારૂ વેંચતા: બે ઝડપાયા
મુંબઈથી કારમાં બનાવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડી આવતાં બે શખ્સોને એલસીબી ઝોન-1ની ટીમે ભાવનગર હાઈ-વે પર સીતારામ હોટલ સામેથી દારૂની 54 બોટલ સાથે પકડી રૂ।.1.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-1ના પીએસઆઈ બિ.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે સાથેના કોન્સ્ટેબલ હિતેષ પરમાર અને સત્યજીતસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે ભાવનગર હાઈ-વે રોડ સીતારામ હોટલ સામેથી એક શંકાસ્પદ કારને અટકાવી તેમાં તપાસ કરતાં પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ દારૂની 54 બોટલ મલી આવતાં કાર ચાલક અફઝલ હુસેન શેખ (ઉ.વ.33) (રહે.સીયાણીજીગર, શેરીનં.1, કોઠારીયા મેઈન રોડ) અને તેની સાથેના અલ્તાફ હબીબ નકાણી (ઉ.વ.42) (રહે.રસુલપરા, કોઠારીયા સોલવન્ટ)ને પકડી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ।.1.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પુછતાછમાં દારૂ સાથે પકડાયેલા બંન્ને શખ્સો હાલ લોકસભા ચૂંટણી અનુસંધાને ચેકીંગ વધુ હોવાથી બંન્ને મુંબઈમાં એક હોટલમાં રોકાયા હતાં.અને ત્યાં રૂ।.600માં દરરોજ પાંચ-સાંત બોટલ લઈ કારના ચોરખાના છુપાવી રાજકોટ પહોંચે તે પહેલાં જ પકડાય ગયા હતાં. રૂ.600માં લઈ આવેલ દારૂ અહી રૂ। હજારમાં વેંચતા હોવાની કબુલાત આપી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.