દામનગર સોશ્યલ મીડિયા ના “સેવા ગ્રુપ” ની કમાલ શહેર ના વિવિધ વિસ્તારો માં ઠંડા પાણી ના પરબ શરૂ કરાયા - At This Time

દામનગર સોશ્યલ મીડિયા ના “સેવા ગ્રુપ” ની કમાલ શહેર ના વિવિધ વિસ્તારો માં ઠંડા પાણી ના પરબ શરૂ કરાયા


દામનગર શહેર માં સોશ્યલ મીડિયા નું વોટશોપ "સેવા ગ્રુપ" દ્વારા જળતીર્થ અભિયાન શરૂ કરાયું જેમાં શહેર ના વિવિધ વિસ્તારોની મુખ્ય બજારો માં પીવા ના ઠંડા પાણી માટે ની મુહિમ ઉભી થઇ જોત જોતા માં આ મુહિમ સર્વ સ્વીકાર્ય બની કોણ કહે છે કે યુવાનો દૂષિત રસ્તે છે ? દામનગર શહેર માં "સેવા ગ્રુપ" ના યુવાનો નો એક સુંદર વિચાર  વાયુવેગે ફેલાયો અને તુરંત ક્રિયાશીલ.બની સર્વ સ્વીકાર્ય બન્યો શહેર માં ભીડભાડ વાળી બજારો ગ્રાહકો ની સતત ચહલ પહલ ધરાવતી મુખ્ય બજારો શોપિંગ સેન્ટરો જેવા વિસ્તારો માં ગિષ્મ ની કાળઝાળ ગરમી માં રાહદારી વટેમાર્ગુ ગ્રાહકો સૌ કોઈ ને નિયમિત શીતળ જળ મળી રહે તેવું આયોજન કરાયું સોશ્યલ મીડિયા ના સેવા ગ્રુપ ની સરાહનીય સેવા ને ખરેખર મનવંદન શહેર ની મુખ્ય બજાર માં ઉનાળા ના અમૃત સમાં શીતળ જળ ની સેવા કલ્યાણ કારી બની રહી છે સેવા ગ્રુપ નો વિચાર અને અમલ સમસ્ત માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો સેવા ગ્રુપ નો વિચાર પાણી પાયા ના પાંચ પુણ્ય શાસ્ત્રો માં વર્ણવ્યા છે જેને પણ આ વિચાર આવ્યો હોય પણ સારા વિચાર ને વપાપક બનાવી આ સેવા વિસ્તરે વિકસે તેવી સહહદય પૂર્વક પ્રાર્થના જીવન અંજલિ થજો અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિન દુખિયા ના આશું લ્હોતા અંતર ના ધરજો કદી જીવન અંજલિ થજો 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.