બોટાદ-ગઢડા વિધાનસભા વિસ્તારમાં નાગલપર,પીપરડી,ટાટમ ગામે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં આયોજન
બોટાદ-ગઢડા વિધાનસભા વિસ્તારમાં નાગલપર, પીપરડી, ટાટમ ગામે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં આયોજન
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.જેમ-જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે.તેમ તેમ દરેક રાજકિય પક્ષો મતદારોને મનાવવા અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા બે દિવસથી દરેક વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોમાં મોદી પરીવાર સભાઓ યોજાઈ રહી છે.ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની આગેવાનીમાં બોટાદ-ગઢડા વિધાનસભા વિસ્તારના શક્તિ કેન્દ્રો પર આજે મોદી પરિવાર સભાઓ યોજાઈ હતી.બોટાદ-ગઢડા વિધાનસભા વિસ્તારમાં આવતા ટાટમ,નાગલપર,પીપરડી સહિતના ગામોના શકિત કેન્દ્રો પર આજે બપોરના સમયથી સાંજ સુધી મોદી પરિવાર સભાઓ યોજાઈ હતી.બોટાદ વિધાનસભા વિસ્તારના ભાજપના સંયોજક ઘનશ્યામભાઈ વિરાણી,જિલ્લા ભાજપ મહામંત્રી ભુપતભાઈ મેર,રમેશભાઈ ભૂંગાણી,માર્કેટિંગ યાર્ડના ડેપ્યુટી ચેરમેન છનાભાઈ કેરાળીયા,સીબી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સરકારની સિધ્ધિ મતદારો સુધી પહોંચાડવા શકિત કેન્દ્રના કાર્યકરોને જણાવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તમામ કાર્યકરોએ કામે લાગી જવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.