વેરાવળમાં લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના પ્રારંભે 28 પોથીઓ સાથેની ભવ્ય પોથીયાત્રા નીકળી - At This Time

વેરાવળમાં લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના પ્રારંભે 28 પોથીઓ સાથેની ભવ્ય પોથીયાત્રા નીકળી


વેરાવળમાં લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના પ્રારંભે 28 પોથીઓ સાથેની ભવ્ય પોથીયાત્રા નીકળી

રાજમાર્ગે ઉપર પોથીયાત્રા નીકળતા ધાર્મીક માહોલ છવાયો

આજથી વેરાવળ હાલાઈ લોહાણા મહાજન આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભે રઘુવંશી આગેવાનો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતમાં ભવ્ય પોથીયાત્રા નિકળી હતી. આગામી સાત દિવસ સુધી સપ્તાહનો લ્હાવો લેવા મહાજનના હોદેદારોએ અપીલ કરી છે.

વેરાવળ લોહાણા મહાજન દ્વારા આજથી આગામી તા.16 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આજે સપ્તાહના પ્રારંભે મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, અશોકભાઈ ગદા, પ્રવિણભાઈ રૂપારેલીયા, ભરત ચોલેરા, સંદીપ રાયઠ્ઠા, કેશલ રૂઘાણી, સુનીલ સુબા સહિતના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રઘુવંશી જ્ઞાતિજનોની ઉપસ્થિતમાં નાની હવેલી ખાતેથી 28 જેટલી પોથીઓ સાથેની ભવ્ય પોથીયાત્રા નિકળેલ જે જુદા જુદા રાજમાર્ગે ઉપર ફરીને લોહાણા વંડી ખાતે સપ્તાહના સ્થળે પહોંચી હતી. પોથીયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના ગીત સંગીત ઉપર રઘુવંશી ભાઈ-બહેનો ઝુમી ઉઠયાની સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સપ્તાહના સ્થળે પોથી નોંધાવનાર જ્ઞાતિજનોને હસ્તે પોથી પધરાવી પુજન કરાવવામાં આવ્યુ હતુ.

આ ભાગવત સપ્તાહના સાતેય દિવસ પ્રખ્યાત કથાકાર કેતનભાઈ પેરાણી કથાનું ગીત સંગીત સાથે રસપાન કરાવશે જ્યારે સપ્તાહ દરમ્યાન શિવવિવાહ, નરસિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષમણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાગવત પુરાણના આ વિલક્ષણ ચરિત્રનું રસપાન કરી ભકિતરસનો આસ્વાદ માણીને કૃતાર્થ બનવા સર્વેને અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.