ગઢડા તાલુકાના નવી ગઢાળી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરાયો ગામોમાં પ્રવેશ બંધીના બોર્ડ લગ્યાં
ગઢડા તાલુકાના નવી ગઢાળી ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરાયો ગામોમાં પ્રવેશ બંધીના બોર્ડ લગ્યાં
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુરષોત્તમ રૂપાલાના પુતળા દહન કરી વિરોધ કર્યો હતો.રૂપાલા હાય હાયના સુત્રોચ્ચાર કરી ક્ષત્રિય સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ગઢડા તાલુકાના ગઢાળી,નવી ગઢાળી,ચિરોડા,વનાળી,બોડકી,ઈશ્વરીયા સહિતના ગામોમાં પ્રવેશ બંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટીપ્પણીને લઈને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રેલી,મહાસંમેલન,આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરી પુરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી તેની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યા છે.અને જ્યા સુધી રૂપાલાની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી આદોલન શરૂ રાખવાનો ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો હોવાનું ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીડીયાને જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.