જિલ્લામાં ૩ દિવસ ગરમીમાં રાહત પછી આજથી હિટવેવની ચેતવણી - At This Time

જિલ્લામાં ૩ દિવસ ગરમીમાં રાહત પછી આજથી હિટવેવની ચેતવણી


કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ૩ દિવસથી વરસાદ જેવા માહોલના કારણે ગરમીમાં પ્રજા, પશુ, પંખીઓને રાહત મળી છે પરંતુ આજથી ફરી એકવાર સાબરકાંઠા, અરવલ્લી . જિલ્લામાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.માવઠાનો માહોલ દૂર થતાં ખેડૂતોની ચિંતા ઓસરી છે.મહત્તમ તાપમાન વધતો જ રવિવારે સવારથી જ આકરી ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો. જ્યારે બપોરે બળબળતા તાપને કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હજુ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉચકાવાની શક્યતાઓ રહેલી છે અને પારો ૪૦ ડિગ્રીને આંબી જઈ શકે છે. એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ છે અને બીજી તરફ હવામાન વિભાગે કમોસમી માવઠાની પણ આગાહી કરી છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસર હેઠળ ૧૧ એપ્રિલથી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા સ્થળે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારબાદ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જયારે તા. ૧૬મી એપ્રિલ બાદ ફરીથી આકાશમાંથી અગનગોળા વરસાવતીથી ગરમીની શરૂઆત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે એક તરફ વાદળછાયું વાતાવરણ અને હવે ગરમી આમ મિશ્ર ઋતુને કારણે વાયરલ બીમારીઓમાં વધારો થયો છે અનેક લોકો શરદી, તાવ સહિતની બીમારીઓમાં સપડાયા છે. આગામી દિવસોમાં માવઠું થશે તો હજુ પણ વાયરલ બીમારીઓમાં વધારો થવાનો ભય રહેલો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.