તલોદની પ્લાયવુડની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકતા દોડધામ.
તલોદ ખાતે પ્લાયવુડના દરવાજાનું મટીરીયલ્સ બનાવટી એક ફેકટરીના શેડમાં મધ્યરાત્રિ બાદ ભીષણ આગ ફાટી નીકળતા અંદાજિત લાખોની માલમતા બળીને રાખ થઈ ગઈ હતી. ફેકટરીની તમામ મશીનરીના અને મીટર સહિતના વીજ અને ઉપકરણો પણ બળીને ખાક થઈ ગયા હતા.માલ ભરીને પાર્ક કરેલા ટેમ્પો આગમાં બળી ગયો હતો. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને જહેમત ઉઠાવીને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. તલોદ-મોડાસા રોડ ઉપર આવેલા તલોદ સહકારી જીનના કમ્પાઉન્ડમાં આવેલા પ્રવીણભાઈ નરસિંહભાઈ નાકરાણી (પટેલ) ની વ્રજ ટ્રેડર્સ નામની પ્લાયવુડના દરવાજા માટેનું મટીરીયલ બનાવતી ફેકટરીના શેડ આગળ મટીરિયલ બનાવવાના લાકડાના નાના મોટા ટુકડાના અલગ અલગ ઢગલા પડ્યા હતા.કોઈક અગમ્ય કારણોસર આ માલ સામાનમાં ગતરોજ ૧ લી એપ્રિલની મધ્યરાત્રિ બાદ ભારે આગ ફાટી નીકળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.