તલોદની સમર્પણ હોસ્પિટલમાં અવેરનેસ કેમ્પ યોજાયો
તલોદ શહેરની સમર્પણ મલ્ટિ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં ડાયાબિટીશ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જન જાગૃત્તિના ભાગરૂપે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવતા આ યોજાયેલ કેમ્પમાં ૯૬ જેટલા દર્દીઓ વિના મૂલ્યે મેડિકલ ટેસ્ટ, રીપોર્ટ, દવાઓ મેળવી કેમ્પને સફળ બનાવ્યો હતો. અવેરનેસ કેમ્પમાં ફિજીશીયન ડૉ. જય પટેલ, ફેફસાના નિષ્ણાંત એઝાઝ મેમન, હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષ પટેલ-સ્ટાફ સતત ખડેપગે રહી આરોગ્ય લક્ષી ઉત્તમ સેવાઓ પૂરી પાડી કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.