બોટાદ પોલીસ સ્ટેશનની ગુમ થનાર મહિલાને અમદાવાદ ખાતેથી શોધી કાઢતી I.U.C.A.W યુનિટ બોટાદની ટીમ
બોટાદ પોલીસ સ્ટેશનની ગુમ થનાર મહિલાને અમદાવાદ ખાતેથી શોધી કાઢતી I.U.C.A.W યુનિટ બોટાદની ટીમ
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ તથા ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એ.એ.સૈયદનાઓ દ્વારા ગુમ થનારને શોધી કાઢવા બાબતે સુચના આપેલ હોય જે બાબતે ઈન્ચાર્જ પો.ઈન્સ વી.એલ.સાકરીયા I.U.C.A.W યુનિટ બોટાદનાઓના માર્ગદર્શન આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર એ.એમ.રાવલ I.U.C.A.W યુનિટ બોટાદ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે બોટાદ પોલીસ સ્ટેશન જાણવાજોગ(ગુમ)નં-૫૫/૨૦૧૮ ના કામે ગુમ થનાર અમદાવાદના ચાંદરોડીયા વિસ્તરમા આવેલ નિર્ણયનગર ખાતે હોવાનુ જણાઈ આવતા I.U.C.A.W યુનિટના પોલીસ સબ ઈન્સપેક્ટર એ.એમ.રાવલ તથા સાથે WPC જયાબેન જીડીયા બ.ન.૬૬રનાઓ અમદાવાદ ખાતે જઈ એક મહિલા મળી આવતા તેનુ નામ ઠામ પુછી ખરાઈ કરતા કરાવતા જે બોટાદ પોલીસ સ્ટેશન જાણવાજોગ(ગુમ)નં-૫૫/૨૦૧૮ ના કામે ગુમ થનાર મહિલા નામે સીમાબેન ડો/ઓ મુકેશભાઈ શંભુભાઈ રાઠોડ ઉ.વ.૨૬ રહે મુળ-મોટીવાડી જૈન દેરાસર પાસે તા.જી.બોટાદ વાળી હોય આશરે છએક વર્ષ પહેલા પોતાના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ઘરેથી નિકળી ગયેલ હોવાનુ જણાઈ આવતા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી તેના સગા સબંધીઓને સોપેલ હોય.ગુમ થનારને I.U.C.A.W યુનિટ બોટાદ દ્વારા શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.