વાહન પાર્કિંગ મામલે આર્કિટેક યુવક અને તેના પિતા પર સોસાયટીના પ્રમુખ સહિત ત્રણ શખ્સોનો હુમલો - At This Time

વાહન પાર્કિંગ મામલે આર્કિટેક યુવક અને તેના પિતા પર સોસાયટીના પ્રમુખ સહિત ત્રણ શખ્સોનો હુમલો


લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ ફિલ્ડમાર્શલની બાજુમાં આવેલ ત્રિવેણી સંગમ એપા.માં આર્કિટેક યુવક અને તેના પિતા પર વાહન પાર્કિંગ મામલે સોસાયટીના પ્રમુખ ધીરજ જાલરીયા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે લક્ષ્મીનગર મેઈન રોડ પર ફિલ્ડમાર્શલ વાડીની બાજુમાં આવેલ ત્રિવેણીસંગમ એપાર્ટમેન્ટમાં રહેતા નીતીનકુમાર બાબુલાલ મકાતી (ઉ.60)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સચીન ભાલોડીયા ધીરજલાલ અમરશી જાલરીયા અને જેન્તી ભાલોડીયાનું નામ આપતા માલવીયાનગર પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી 323, 506 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ હાલ નિવૃત જીવન ગાળે છે ગઈરાત્રીના રાત્રીના સમયે તેઓ ગેલેરીમાં બ્રસ કરતા હતા ત્યારે નીચે પાર્કિંગમાં ઉભેલા લોકો સાથે વાત કરતા હતા ત્યારે તેઓ તેમના પુત્ર પાર્થ સાથે નીચે ગયેલ અને બધા લોકો સાથે ખુરશી પર બેઠા હતા. તેમજ તેમનો પુત્ર ત્યાં ઉભા ઉભા બાઈકના પાર્કિંગ મામલે ચર્ચા કરતા હતા તેમજ તેણે કહેલ કે નિયમો સોસાયટીએ બનાવેલ છે તેનું પાલન કયાં થાય છે.
જે બાબતે એ-નીયમની કોપી સચીનને બતાવેલ જેથી આરોપી સચીન ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદીના ગાલ પર ફડાકા ઝીંકવા લાગેલ હતો. દરમ્યાન નીતીનભાઈ તેમના પુત્રને બચાવવા માટે ગયેલ તો ધીરજ જાલરીયા અને જેન્તી ભાલોડીયાએ તેમને પકડી માર માર્યો હતો. તેમજ તેમના પુત્રને પણ સચિને ખુરશી વડે માર મારતા પગમાં ઈજા પહોંચી હતી. તેમજ આરોપી જેન્તીએ કહેલ કે આજ તો પતાવી જ દેવો છે. કહીં તેમના પુત્રને ફડાકો ઝીંકયો હતો.
બાદમાં ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવારમાં 108 મારફતે સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી એએસઆઈ કે.યુ. વાળાએ વધુ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.