તલોદના મોઢુકા લંઘાના મઠ વચ્ચે ત્રણ કિમી કાચો માર્ગ પાકો બનાવો. - At This Time

તલોદના મોઢુકા લંઘાના મઠ વચ્ચે ત્રણ કિમી કાચો માર્ગ પાકો બનાવો.


તલોદ તાલુકાના મોઢુકા અને લંઘાના મઠ વચ્ચે હાલમાં કાચો માટી વાળો રસ્તો છે. સ્ટેટ વખતથી આ માર્ગની સ્થિતિ એવી ને એવી છે આજુબાજુના ગામોના એપ્રોચ રોડ ડામર રોડ બની ગયા છે પરંતુ અઢીથી ત્રણ કિલોમીટરનો આ રોડ ડામર રોડ બન્યો નથી. જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.મોઢુકાના ખેડૂતો વિષ્ણુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ,
રમેશભાઈ પટેલ, કનુભાઈ પટેલ વગેરે જણાવ્યું કે મોઢુકા લંઘાના મઠ વચ્ચે કાચો માટી વાળો રસ્તો છે અને આ માર્ગ સ્ટેટ વખતથી આમને આમ છે. અગમ્ય કારણોસર આ માર્ગને ડામર રોડ બનાવાયો નથી. આજુબાજુના ગામમાંથી નીકળવાના એપ્રોચ રોડ ડામર રોડ બની ગયા છે. મોઢુકા લંઘાના મઠને જોડતા માર્ગને ડામર રોડ બનાવવામાં આવે તો મોઢુકાથી તલોદ અમદાવાદ જતો માર્ગ પણ ટૂંકો થાય તેમ છે. તદુપરાંત એક ગામમાંથી બીજા ગામમાં અવર-જવર કરવામાં પણ સરળતા બની રહે તેમ છે અને બંને ગામ વચ્ચે રોડ બની જાય તો ખેડૂતોને પણ તેમની ખેત પેદાશો ખેતરમાંથી ઘેર કે બજારમાં લઈ જવા માટે પણ સાનુકૂળતા બની રહે તેમ છે જેથી ગ્રામજનો લાંબા સમયથી આ માર્ગને ડામર રોડ બનાવવા માંગ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.