અમરેલીમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બજરંગ દળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો
અમરેલીમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બજરંગ દળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો
અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રાંત ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ વર્ગ નું નિવાસી આયોજન કરવામાં આવેલ આ શિબિરનું ઉદ્ઘાટન સ્વામી શ્રી નિત્ય સુધાનંદ સ્વામી સરસ્વતી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતના ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી અને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ઈતેશભાઈ મહેતાના વગેરે ના હસ્તે બજરંગ દળ પ્રશિક્ષણ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ આ વર્ગમાં બજરંગદળ સ્થાપન ના હેતુ ,હિન્દુ સમાજ સામે ના પડકારો, ચૂંટણી માં હિન્દુ સમાજ નું ૧૦૦ ટકા મતદાન થાય તે માટે ની બજરંગદળ ભૂમિકા તેમજ બજરંગદળ ના વિવિધ આયામો અંગે ની માહિતી આવેલ સમગ્ર વર્ગમાં પદાધિકારી તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના ચંદ્રેશભાઇ કટારા, જિલ્લા અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા લોક સાહિત્યકાર રમેશભાઈ જાદવ, લોક સાહિત્યકાર ચંદ્રકાંત બારોટ , રશ્મિ ભાઈ ત્રિવેદી,વગેરે યુવાનો ને માર્ગદર્શન આપેલ,આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે બજરંગ દળ ના જિલ્લા સંયોજક વિદુરભાઈ ડાબસરા જિલ્લા સહસયોજક અશ્વિનભાઈ વાઢેર, જીગીશુભાઈ મહેતા મહાવિરભાઈ વિંછીયા, ગૌરક્ષા પ્રમુખ સુમિત સિંધવ,સહ સંયોજક કેતનભાઈ મહેતા , મયુરભાઈ જેઠવા, ગૌરવ મેહતા, હર્ષ પાડલીયા, વિજય ડાબસરા પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે જહેમત ઉઠાવેલ હતી
આ તકે વિહિપ ના જિલ્લા સહમંત્રી વિપુલ ભાઈ દવે, ગૌસેવા આયોજક દિલીપસિંહ પરમાર, કોષ્ધ્યક્ષ ડૉ.પંકજભાઈ દવે,કથાકાર સંકિતબાપુ. વગેરે ઉપસ્થિત રહેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.