રાજકોટમાં 1 વર્ષમાં 46 હજારથી વધુ વાહનો વેચાયા, RMCને 29 કરોડની આવક, RTOને 1.11 લાખ વાહનોનાં રજિસ્ટ્રેશનથી 196 કરોડ મળ્યાં - At This Time

રાજકોટમાં 1 વર્ષમાં 46 હજારથી વધુ વાહનો વેચાયા, RMCને 29 કરોડની આવક, RTOને 1.11 લાખ વાહનોનાં રજિસ્ટ્રેશનથી 196 કરોડ મળ્યાં


રાજકોટ મનપાને મિલકત વેરા ઉપરાંત વાહનોનાં વેરામાં પણ રેકોર્ડબ્રેક આવક થઈ છે. ગત વર્ષ 2022-2023માં 42,019 વાહનો વેચાતા મનપાને રૂ.24 કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે 46,810 વાહનો વેચાતા રૂ. 29.56 કરોડની આવક થઈ છે. આમ વાહન વેરાની આવકમાં રૂપિયા ચાર કરોડનો વધારો થયો છે. તો રૂ. 28 કરોડના ટાર્ગેટ કરતા પણ દોઢ કરોડ વધુ મળ્યા છે. જોકે, હજુ 4-5 દિવસ બાકી હોવાથી આવકમાં વધારો થવાની શક્યતા છે. બીજીતરફ RTOમાં શહેર તેમજ જિલ્લાનાં વાહનોની નોંધણી થતી હોય ત્યાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં 1,11,578 વાહનોનું રજિસ્ટ્રેશન થતા RTOને રૂ. 196 કરોડની આવક થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.