યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે રંગોત્સવ ઉજવાયો - At This Time

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે રંગોત્સવ ઉજવાયો


યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે રંગોત્સવ ઉજવાયો

ઈશ્વરની સૌથી નજીક ના બાળકો જેને આપણે દિવ્યાંગ બાળકો કહીએ છીએ તેવા દેવદૂત સમાન બાળકો સાથે રંગોત્સવ માણવાનો અવસર એટલે ધુળેટી નું પર્વ.
યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકોની સંસ્થા આસ્થા સેન્ટર , સ્નેહ નું ઘર , યોગી નગર , પાળીયાદ રોડ બોટાદ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે તા.૨૩/૩/૨૩ ના રોજ દિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવ પર્વ ની ઉજવણી કરવામાં આવેલ.યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા તમામ બાળકો ને પિચકારીઓ નું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદ ના પ્રમુખ કુલદીપ વસાણી ,જાયન્ટ્સ ફેડરેશન ૩/બી યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , સેક્રેટરી બ્રિજ દાણી , આસ્થા સંસ્થા ના પ્રમુખ પ્રકાશ ભાઈ ભીમાણી , બકુલાબેન ભીમાંણી , સાહેલી ની બહેનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.