ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડા નું વિતરણ કરાયું - At This Time

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડા નું વિતરણ કરાયું


ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી ઘર
તથા પાણીના કુંડા નું વિતરણ કરાયું

૧૨૦૦ ચકલીઘર, ૧૦૦૦ પાણીના કુંડાની કીટ તૈયાર કરી વિતરણ.
ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ દ્વારા શાળાના બાળકોને પક્ષીઓની કાળજી લેવા માર્ગદર્શન અપાયું.
 શાળા તથા કોલેજ ના વિધ્યાર્થી ઉપરાંત તમામ શિક્ષકો તથા ગ્રામજનો ને આ કીટ નું વિતરણ
આવા વિશિષ્ટ કર્યો માટે સંસ્થાના વડા પૂ. રતિદાદાની પ્રેરણા અને માર્ગદર્શન

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઇ રહી છે. જેમાં હાલ ઉનાળાની ગરમીમાં ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
આજના સમયમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા દર વર્ષે ૧૦૦૦ ઉપરાંત ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો તથા કોલેજની દીકરીઓ અને ગ્રામજનોને આ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ચકલીઘર ના માધ્યમથી ઘેર – ઘેર ચકલીઓનો કલરવ થશે. અને આસપાસ નું વાતાવરણ નયનરમ્ય બનશે. તો આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણા ઘરે અવશ્ય એક ચકલી ઘર લાગવશુ અને ચકલીઓને બચાવશું.
આ ચકલીઘર ની સાથે પાણી માટેના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષી ને પીવા માટેનું ઠંડુ પાણી રાખી શકાય.
પૂ. રતિદાદાએ પક્ષી પ્રત્યેનો પેમ વ્યક્ત કરતા ચકલીઘર, તથા પાણીના કુંડાનું વિતરણ કરી સમાજને નવું ઉદાહરણ બતાવવાની સાથે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
ચકલીઘર અને પાણીના કુંડા માટે આર્થિક સહયોગ શ્રી નવીનભાઈ શેઠ – મુંબઈ તરફથી પ્રાપ્ત થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શ્રી ભારત ભુષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શ્રી શીતલબેન મહેતા, તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી આ અભિયાન ને સફળ બનાવ્યું હતું.

રિપોર્ટ
બીપીનભાઈ રાઠોડ ચલાલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.