ધુળેટી પર્વની ઉજવણી: હિંમતનગરની સ્કૂલોમાં વિધાર્થીઓએ શિક્ષકો સાથે મળી એકબીજાને રંગો લગાવી ઉજવણી કરી
હોળી-ધુળેટી તહેવારના પર્વ પૂર્વે હિંમતનગરમાં અલગ અલગ સ્કૂલોમાં આજે વિધાર્થીઓએ સાથે શિક્ષકોએ પણ એકબીજાને કલર લગાવી ધુળેટી મનાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, આવતીકાલે હોળી તેના બીજા દિવસે ધુળેટી પર્વ છે. ત્યારે શનિવારે હિંમતનગરની વિવિધ સ્કૂલોમાં ધુળેટી પર્વ મનાવવામાં આવ્યો હતો અને વિધાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાને કલર લગાવી ધુળેટીનો પર્વ મનાવ્યો હતો.
હિંમતનગરના મહેતાપુરામાં શ્રી ત્રિવેણી વિધાલયમાં પ્રાથમિક વિભાગમાં ધો 1થી 4ના વિધાર્થીઓએ સાથે શિક્ષકોએ એકબીજાને રંગો લગાવીને ધુળેટી પર્વ મનાવ્યો હતો. તો હોળીના ગીતો પર પણ વિધાર્થીઓ ઝુમ્યા હતા. બીજી તરફ હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા એસ.કે.પટેલ હિંમત પ્રાયમરી સ્કૂલના ધો 1થી 7ના વિધાર્થીઓએ શાળાના મેદાનમાં જ ધુળેટી પર્વ મનાવ્યો હતો અને એકબીજાને રંગો લગાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.