હિંમતનગરમાં બે દીક્ષાર્થીઓનો વાજતે ગાજતે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો
હિંમતનગર: જૈન સંપ્રદાયના શ્વેતાબર પંથને અનુસરતા જૈનો માટે દીક્ષાનું મહત્વ અનેરૂ અને સંભારણા જેવુ હોય છે ત્યારે હિંમતનગરના ભંડારી પરિવારના એક દંપતિએ દીક્ષા લેતા અગાઉ ત્યાગની ભાવના, સંસારની મોહમાયા તથા સઘળા સુખોનો ત્યાગ કરી સંયમના માર્ગે વિચરણ કરવા જઈ રહયા છે ત્યારે શુક્રવારે આ બંને દીક્ષાર્થીઓનો વાજતે ગાજતે વર્ષીદાનો વરઘોડો નિકળ્યો હતો. જેના સાબર સોસાયટીમાં
પ્રારંભ હરસિધ્ધ માતાના મંદિર નજીક આવેલ જૈન દેરાસરથી શરૂ થયેલો આ વરઘોડો ટાવર ચોક, મહાવીરનગર જૈન દેરાસર થઈ પહોંચ્યો હતો. જે પ્રસંગે માનવ કીડીયારુ ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.