ઈમારત જર્જરિત: સાબરકાંઠા જિલ્લા ખરીદ સંઘ વેચાણની ઈમારત જર્જરિત
ધાબાના સળિયા દેખાવા લાગ્યા, દીવાલોમાં તિરાડો પડી
હિંમતનગર શહેરના જૂની જિલ્લા પંચાયત ફાટક પાસે સન 1960માં બનાવાયેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘની બિલ્ડીંગની
હાલત જર્જરીત થઈ ગઈ છે. ધાબાના સળિયા દેખાવા લાગ્યા છે અને દીવાલો પણ ફાટી ગઇ છે.
ખરીદી વેચાણ સંઘની ઇમારત કે જે બજારની વચ્ચોવચ આવેલી છે અને આ માર્ગ પરથી સેંકડો લોકો અવર-જવર કરે છે ઉપરાંત તેની નીચે દુકાનો પણ છે. નજીકમાંથી રોજ ટ્રેનની અવરજવર રહે છે. જેના કંપનથી ઇમારતને નુકસાન પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તો લોકોના જીવ જોખમ મૂકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.