ખેડૂતો તમાકુ વેચવા આવ્યા: હિંમતનગર કોટન યાર્ડમાં તમાકુનો મણે 1700 થી 2400 ભાવ પડ્યો
સાબરકાંઠા જિલ્લાના 7 થી વધુ ખેડૂતો તમાકુ વેચવા આવ્યા
હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડમાં ગુરૂવારથી તમાકુની ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લામાંથી 7 થી વધુ ખેડૂતો વેચાણ શરૂ આવ્યા હતા. આ ખરીદી માટે હિંમતનગર તેમજ ઊંઝા- વિજાપુર સહિતના ખેડૂતોએ હરાજી બોલાવી હતી. જેમાં પ્રથમ દિવસે જ પ્રતિ મણના રૂ. 1700 થી 2400 સુધીનો ભાવ બોલાયો હતો. આ વર્ષે ભાવ સારા મળી રહેતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
હિંમતનગર શહેરના સહકારીજીન રોડ પર આવેલ કોટન માર્કેટ
યાર્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમાકુની ખરીદી શરૂ કરાઇ
છે. ગુરુવારે વહેલી સવારથી જિલ્લાના 7 થી વધુ ખેડૂતો તમાકુના
વેચાણ અર્થે આવ્યા હતા. સ્થાનિક તેમજ ઊંઝા-વિજાપુરના 10
થી વધુ વેપારીઓ દ્વારા ખરીદી માટે હરાજી શરૂ કરી હતી. ત્યારે
પ્રથમ દિવસે તમાકુનો પ્રતિ મણે 1700 થી 2400 રૂપિયા ભાવ
બોલાયો હતો. ગત વર્ષે કરતાં આ વર્ષે ભાવ સારા મળી રહેતાં
ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.