જસદણમાં ચકલી દિવસ નિમિતે ૧૧૦૦ થી વધુ માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ )
૨૦ માર્ચ ચકલી દિવસ નિમિતે જસદણમાં ધરતી હાર્ડવેર પાસે, અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા *ચકલી બચાવો અભિયાન* અંતર્ગત માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું. જેમાં જસદણ શહેર તથા આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયાં અને માળાઓ ઘરે લઈ જઈને બાંધવાનું કહ્યું.
આ સાથે સાથે ચકલીઓ માટેની ચણની ડીશ અને પાણીના કુંડાઓનું પણ ટ્રસ્ટ દ્વારા રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, આવી પ્રવૃતિમાં લોકોને ખૂબબ જ રસ પડી રહ્યો છે. છેલ્લા દસ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ફ્રિમાં માળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ તકે સૌને જણાવવાનું કે આગામી એપ્રિલ-મે મહિનામાં ટ્રસ્ટ દ્વારા કીડીયારું પૂરો અભિયાનનું પણ આયોજન દર વર્ષની જેમ જ કરવામાં આવનાર છે, તો લોકોને જીવદયાના આ સેવાકાર્યમાં જોડાવા માટે પણ ટ્રસ્ટ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ વારંવાર આવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરીને પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે ખુબ જ નોંધનીય સેવા કાર્ય કરી રહ્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ બધી જ પ્રવૃતિઓનો ખર્ચ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.