જસદણના ચિતલીયા રોડે પ્રજાપતિ સમાજની વાડીથી ખારી સુધીનો રોડ ડિવાઇડર સાથે ફૂટપાઠ સાથે પહોળો કરવા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈને સ્થાનિક કોર્પોરેટર નરેશ ચૉહલીયાઍ કરૅલ રજૂઆતને સફળતા
ગઢડીયા ખાનપર ગૉખલાણા ચોકડી પર મહાકાય સર્કલ બનાવવા છે અને આ તમામ રોડને પણ પહોળા કરાશે આદર્શ આચારસંહિતા ઉઠ્યા બાદ તુરંત ટેન્ડર પ્રકીયા થશે : લોકોમાં લોકો રાજીના રેડ
જસદણ શહેરના હદયસમા વિસ્તાર ચિતલીયા રોડ વોર્ડ નંબર 5 ના નગરસેવક અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર નરેશભાઈ ચૉહલીયાઍ આ રોડને પહૉળૉ કરવા માટે જસદણ વિછીયાના પ્રજા વત્સલ ધારાસભ્ય અને રાજ્ય સરકારના જાગૃત કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલ જે અનુસંધાને કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદન નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઇ શેખ અને આરએનબીના અધિકારી ઝાલા સાહેબનૅ તુરંત ફોન કરી અને સૂચના આપેલ કે આ રોડ આરએનબી પંચાયતમાં આવતો હોય કે નગરપાલિકામાં કોઈપણ કોયડો ઉકેલી અને તુરંત આ રોડનું નિરાકરણ લાવવામાં આવે જેથી આરએનબી પંચાયતે આ રોડ નગરપાલિકાને સોંપી દીધેલ છે. અને નગરપાલિકાઍ સંભાળતાની સાથે જ આપણા ધારાસભ્ય અને મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા રૂપિયા 350 કરોડથી પણ વધારે ની ગ્રાન્ટ મંજુર કરાવી અને આ રોડને ડિવાઈડર સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ સાથે સુવિધા પથ બનાવવા દરખાસ્ત થઈ છે. હાલ લોકસભાની ચૂંટણી હય આદર્શ આચારસંહિતા અમલમાં હોય જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે તુરંત આ રોડના ટેન્ડરની કામગીરી હાથ ધરાશે. આ રોડની કામગીરી તારીખ 21.02. 2024 ના રોજ આચારસંહિતા પહેલા રજૂઆત થયેલ વિસ્તારના જાગૃત કોર્પોરેટર નરેશભાઈ ચૉહલીયાએ કરેલ જેનૅ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મંજૂર કરાતા આ વિસ્તારના લોકોમાં ખુશી નો કોઈ પાર નથી, અને નરેશભાઈ ચોલીયા દ્વારા મંત્રીનો કોટી કોટી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. જે વિષય અંતર્ગત ચીફ ઓફિસર નગરપાલિકા સભ્ય સંબંધિત જસદણ શહેર ચિતલીયા રોડ પહોળો વાયડીંગ કરી વિવિધ ટ્રેક્ટર સાથે નવો બનાવવા બાબતે રજૂઆત અત્રેની કચેરી કચેરીએ કરેલ જે અનવ્ય લંબાઈ 1086 મીટર હોય જેમાં અંદાજે નીચે મુજબ અંદાજિત રકમ ત્રણ કરોડ 52,69,000 અને 400 રૂપિયા જેનો અંદાજિત સંભવિત ખર્ચ થાય છે માટે રોડ બનાવવાની કામગીરી જસદન નગરપાલિકા દ્વારા માટે ખાસ ગ્રાન્ટ નવો રોડ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવા અભિપ્રાય આપવામાં આવ્યો છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી રાજકોટ ઝોન કમિશનર મ્યુનિસિપલ એડ મિનિસ્ટર અત્યારે ગાંધીનગર તથા જાણ સારૂ અંગત સચિવ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જળ સંપત્તિને પાણી પુરવઠા મંત્રી ગાંધીનગર તરફ મંત્રીશ્રીને ધ્યાને મૂકવા ચીફ ઓફિસર જસદણ નગરપાલિકાને પણ જાણ કરવામાં આવેલ છે. આમ જસદણના ચિતલીયા રોડને પહૉળો કરવામાં નરેશભાઈ ચૉહલીયાની રજૂઆતને સફળતા મળતા કુવરજીભાઈ બાવળિયાનો લાખ લાખ નહી પણ કૉટી કૉટી આભાર પ્રગટ કર્યો છે. આ ઉપરાંત આ વિસ્તારની અંદર અગાઉ પણ નગરસેવક તરીકે 40 જેટલા રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોહનભાઈ કુંડારીયા સહિતનાઓને ગ્રાન્ટમાંથી પાણીની લાઈનો નાખવામાં આવી છે. અને લક્ષ્મણ વાડીની દિવાલ 30 વર્ષથી નહોતી બનતી તે પણ માત્ર 30 મહિનામાં બનાવી આપવામાં આવી છે. જૅથી ચીતલીયા રૉડના જાગૃત કૉર્પૉરૅટર નરૅશ ચૉહલીયા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છૅ, કૅ આ વિસ્તારમાં આટલા બધા કામ થયા છૅ તેનો મને ગૌરવ છે અને પ્રજાજનૉ કુંવરજીભાઈનૅ સાર્થક લૉક સૅવક ગણાવ્યા છૅ, અનૅ મંત્રી બાવળિયા જણાવે છે કે માંગો તેટલી ગ્રાન્ટ આપું ફટાફટ આયોજન કરો અને ફટાફટ કાર્ય કરો કોઈ પણ હોય નદીનાલા પુલીયા રોડ રસ્તા ભુગર્ભ ગટર પાણી સફાઈ પીવાના પાણીની લાઈન તમામ બાબતે આપણા ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળીયા સતત પ્રયત્નશીલ છે અને આદર્શ આચારસંહિતા ઉઠ્યા પછી અને ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આ રોડની કામગીરી અને ટેન્ડર ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે જસદણ શહેરના ચિતલીયા રોડ, ઉપરાંત ગઢડીયા રોડ, ખાનપર રોડ, પોલારપર રોડ, ગોખલાણા રોડને પણ ડિવાઈડર સાથે પહોળા કરવામાં આવશે. આ ઉપરાંત ગઢડીયા ચોકડી, ખાનપર ચોકડી અને ગોખરાણા ચોકડીને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સર્કલ બનાવવામાં આવશે. તે પણ આપણા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના ધ્યાને છે આ ચૂંટણી જાહેર થયા પહેલાનું આ કાર્ય છે. આદર્શ આચારસંહિતા લોકસભાની ચૂંટણી પહેલાનું કાર્ય છે અને ચૂંટણી પૂર્ણ થયૅ આ તમામ કામગીરી હાથ ધરાશે જેથી કોઈ આદર્શ આચારસંહિતાનો ભંગ થતો નથી. અગાઉ જાહેર થયેલ છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે આ તમામ કામની કામગીરી હાથ ધરાશે, જે ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતરી આપેલ.આ તકે નરેશભાઈ ચૉહલીયાઍ જય અંબાજી સાથ મંત્રી બાવળિયાનો કોટી કોટી આભાર પ્રગટ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.