વડનગર નવીન સર્વ વિદ્યાલય માં ધોરણ -૧૦ પરીક્ષા આપતાં વિદ્યાર્થી ને તબિયત બગડતાં આરોગ્ય ની ટીમ દોડતી
મહેસાણા જિલ્લાના વડનગર ની નવિન સર્વ વિદ્યાલયમાં ધોરણ - 10 ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીને એકાએક ખેંચ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું...
વર્ષ દરમિયાન પોતાના અભ્યાસ ના નિચોડ સ્વરૂપે પરીક્ષા આપી રહેલાં રાહુલ ભરતભાઈ ઠાકોર ને એકાએક ખેંચ આવી જતાં વર્ગખંડમાં ઉપસ્થિત શિક્ષકશ્રી અને નવિન સર્વ વિદ્યાલયના આચાર્ય શ્રી રમેશ ભાઈ સાહેબ ની કુનેહ થી 108 ને જાણ કરતાં.
108 નો સ્ટાફ યુધ્ધના ધોરણે, નવિન વિદ્યાલય ખાતે આવી પહોંચ્યા હતો, ને પ્રાથમિક સારવાર આપી હતી... અને વિદ્યાર્થી ને
સિવિલ હોસ્પિટલ ખાતે એક કલાક ની સારવાર આપ્યા બાદ વિદ્યાર્થી ને પોતાને સ્વસ્થતા અનુભવાતાં વિદ્યાર્થી રાહુલ ભરતભાઈ ઠાકોરે પરીક્ષા ખંડમાં આવી પરીક્ષા આપી હતી...
આ સમગ્ર ઘટના માં નવિન વિદ્યાલય ના આચાર્ય રમેશ ભાઈ. સરસ્વતી વિદ્યામંદિર ના માધુભાઈ. સરસ્વતી વિદ્યામંદિર ના પ્રધાનાચાર્ય મુકેશભાઈ સહિત સમગ્ર આરોગ્ય વિભાગ અને પોલીસના જવાનો નો વાલી શ્રી એ આભાર માન્યો હતો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.