નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બ્રહ્માકુમારી વિદ્યાલય ( જસદણ )દ્વારા કોઠી ગામે કાર્યક્રમ યોજાયો - At This Time

નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બ્રહ્માકુમારી વિદ્યાલય ( જસદણ )દ્વારા કોઠી ગામે કાર્યક્રમ યોજાયો


નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બ્રહ્માકુમારી વિદ્યાલય ( જસદણ )દ્વારા કોઠી ગામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જસદણ શાંતિકુંજ (ૐ શાંતિ સેન્ટર)ના બ્રહ્મા કુમારી ભાવનાદીદી એ જણાવ્યું હતું કે બાળકો ચૈતન્ય બગીચાના કોમળ પુષ્પ છે. તેમજ ખોટા ફૂલને બદલે સાચા ફૂલની જ સુવાસ આવે છે, તેમ આપણે સાચા ફૂલ જેવા બની વ્યસન મુક્ત બનીએ. ખોટો હીરો સૂર્યના તાપથી ગરમ થઈ જાય છે અને સાચો હીરો ગરમ થતો નથી પણ શાંત રહે છે, તેમ આપણે પણ શાંત રહીએ. દીકરીઓએ વ્યસની પિતા પાસેથી પોતાના જન્મ દિવસે વ્યસનના ખર્ચની ભેટ માંગવી જોઇએ. તેમજ રોજ સવારે ભગવાનને good morning કરવાથી નવી ઊર્જા મળે છે. તેમની ટીમ સાથે કોઠી ગામના બાળકોને સારું એવું માર્ગદર્શન મળ્યું. બંને શાળાના આચાર્યા બહેન સુનીતાબેન લીંબાણી અને પ્રતિભાબેન વાડોલિયાએ તેમની સમગ્ર ટીમનું અભિવાદન કર્યું હતું. વધુમાં જણાવ્યુ હતુ કે જેમ કુમળા છોડ ને ખાતર - પાણી સારું આપીને એમનો ઉછેર કરીયે છીએ એવી રીતે તમારા ગુરુજનો તમારા માં સારા ગુણો નુ સિંચન કરે છે એવા સારા ગુણો નુ પોષણ મેળવી સ્વસ્થ અને સારા ગુણવાન બનીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.