નેશનલ બર્થ ડિફેક્ટ અવરનેસ માસ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નેશનલ બર્થ ડીફેક્ટ અવેરનેસ માસ તરીકે ઉજવણી સંપન્ન - At This Time

નેશનલ બર્થ ડિફેક્ટ અવરનેસ માસ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નેશનલ બર્થ ડીફેક્ટ અવેરનેસ માસ તરીકે ઉજવણી સંપન્ન


નેશનલ બર્થ ડિફેક્ટ અવરનેસ માસ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નેશનલ બર્થ ડીફેક્ટ અવેરનેસ માસ તરીકે ઉજવણી સંપન્ન

નેશનલ બર્થ ડિફેક્ટ અવરનેસ માસ -૨૦૨૪ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માર્ચ માસની નેશનલ બર્થ ડીફેક્ટ અવેરનેસ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે બોટાદ જિલ્લામાં ફિલ્ડકક્ષાએ અગત્યની માહિતી પૂરી પડી IPC(ઇન્ટર પર્સન કોમ્યુનીકેશન)તથા BCC(બિહેવિયર ચેન્જ કોમ્યુનીકેશન)દ્વારા જન્મજાત ખામી વાળા બાળકો શોધી તેમની ગંભીર બીમારીનું નિદાન કરીને સારવાર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત અમદાવાદના જયદીપ હોસ્પિટલના સહયોગથી બોટાદ જિલ્લા હોસ્પિટલ ખાતે બાળકોના ગંભીર રોગ માટેના નિદાન તેમજ સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જયદીપ હોસ્પિટલ અમદાવાદથી નિષ્ણાત તબીબો હાજર રહ્યા હતા.જેમાં પગની જન્મજાત ખામી,ક્લબ ફૂટ,હોઠ તેમજ તાળવાની ખામી,કલેફ્ટ લિપ,કલેફ્ટ પેલેટ,હાથ-પગની ખોટખાપણ ધરાવતા બાળકો હાજર રહ્યા હતા.તે તમામ બાળકોનું ઓપરેશન સરકારના RBSK પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા હોસ્પિટલ બોટાદના CDMO,RBSK ડો.ભાવેશ સાબવા ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.