ભારત સરકારના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણી બોટાદની મુલાકાતે પધાર્યા
ભારત સરકારના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણી બોટાદની મુલાકાતે પધાર્યા
ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણી બોટાદની મુલાકાતે પધાર્યા હતા.જે દરમિયાન તેમના અધ્યક્ષસ્થાને જિલ્લા વિચરતી અને વિમુક્ત સમુદાયોના આગેવાનો સાથે એન.ટી. ડી.એન.ટી.વર્કશોપ યોજાયો હતો.જેમાં તેમણે ઉપસ્થિત તમામ લોકો સાથે મુક્ત મને સંવાદ સાધી તમામને માર્ગદર્શિત કર્યા હતા.સાથોસાથ પટણીએ બોટાદમાં વિચરતી અને વિમુક્ત સમુદાયોનો વસવાટ હોય તેવા સ્થળોની મુલાકાત લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.જે દરમિયાન જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એન.રાજ્યગુરુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.