વડિયા માં શાંતિ પૂર્ણ માહોલ માં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, ભાજપ અગ્રણીઓ એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શુભકામના પાઠવી
વડિયા માં શાંતિ પૂર્ણ માહોલ માં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, ભાજપ અગ્રણીઓ એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી શુભકામના પાઠવી
ગુલાબ ના ફૂલ થી સ્વાગત કરી મો મીઠા કરાવી શુભકામના આપી
કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારી જોશીની ઓબઝર્વર તરીકે કરાઈ છે નિમણૂક
વડિયા
સમગ્ર રાજ્યમાં 1મી માર્ચથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓની કારકિર્દી ની મહત્વ નો આ પરીક્ષા ગેરરીતિ વિહીન શાંતિપૂર્ણ લેવાઈ તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર કામે લાગતું હોય છે.ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં પણ બે સેન્ટરો શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી અ. હી. કન્યા વિદ્યાલય ખાતે લેવાઈ રહી છે ધોરણ 10 અને 12 ની પરીક્ષા. આ બંને સેન્ટરો પર છેલ્લા ઘણા સમય થઈ કોઈ પેપેર લીક,કોપીકેસ કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી છતાં પણ વડિયા સેન્ટર ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ની દ્રષ્ટિ એ અતિ સંવેદનશીલ ગણવામાં આવતું હોવાથી અહીં કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારીની ઓબઝર્વર તરીકે અહીં કરાઈ છે નિમણૂક કરાઈ છે. ત્યારે ચુસ્ત પોલિસ બંદોબસ્ત અને ઓબઝર્વરની દેખરેખ નીચે શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા ના બે દિવસ પૂર્ણ થયા છે. પરીક્ષાની શરૂવાત માં ભાજપ અગ્રણીઓ એ પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી આવકાર્યા હતા સાથે મો મીઠા કરાવી તેમને શુભકામના પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.