મણિનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટ નું આયોજન.
આજ રોજ તારીખ ૯ માર્ચ ૨૦૨૪ ના અમદાવાદમાં મણીનગર વિધાનસભા વિસ્તારમાં સ્થિત શહીદ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળા ( એલ.જી.ગ્રાઉન્ડ ) ખાતે સ્વ. પ્રિન્સીબા રણજીતસિંહ ગોહિલ ની ૧૧ મી પુણ્યતિથી નિમિત્તે નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટ આયોજન સાથે કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી,
આ નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટનું આયોજન દેવેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અને મણીનગર ના બે યુવા કાઉન્સિલર કરણભાઈ ભટ્ટ અને ચંદ્રકાંતભાઈ ચૌહાણ ના વરદ હસ્તે શુભારંભ સાંજે કલાકે કરવામાં આવ્યો હતો,
મણીનગર ખાતે આયોજીત આ નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાં થી કુલ ૨૫ ટીમો એ ભાગ લીધો હતો અને તમામ ટીમના ખેલાડીઓ માટે આયોજક તરફથી અલ્પાહાર અને રાત્રી ભોજન ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી,
આ નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટ નું આયોજક દેવેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી દર વર્ષે આયોજન કરવામાં આવે છે,
આ નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટના અંતે
ચેમ્પિયન ટીમ ને, રનર્સ અપ ટીમ અને, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, મેન ઓફ ધ મેચ ને ટ્રોફી અર્પણ કરી સમ્માનિત કરવામાં આવશે સાથે સાથે ચેમ્પિયન ટીમ ને ૧૫૦૦૦/- ની રકમ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
આયોજક મહાનુભાવો :-
રાજેશભાઈ શુકલા ,રાકેશભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશસિંહ રાજપૂત, સોહમભાઈ દલાલ, ચેતનભાઈ ચૌહાણ, રસેશ પટેલ, શાર્દુલ ગજ્જર, સુભાષભાઈ જાધવ, સની બોરસદા, હરીશભાઈ પટેલ, રમાકાંત રાય ( મામા)
કે.ડી.સર, ધર્મેન્દ્રભાઈ વ્યાસ ( લાલભાઈ ), ડૉ.નરેશભાઈ શાહ, મેહુલ ભેરવાની, હરપાલસિંહ વાઘેલા, એડવોકેટ અજય દેસાઈ સમીરભાઈ દુધવાળા, પ્રથમેશ શાહ, સિદ્ધરજસિંહ વાઘેલા, ખુશ જસાણી.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.