એસ.ટી.નાં ત્રણ કંડકટરો ગેરરીતિ કરતા ઝડપાયા - At This Time

એસ.ટી.નાં ત્રણ કંડકટરો ગેરરીતિ કરતા ઝડપાયા


રાજકોટ એસ.ટી. વિભાગની લાઇન ચેકીંગ સ્કવોડનું હાઇવે પરની બસોનું સઘન ચેકીંગ ગત માસ દરમ્યાન પણ કરાયું હતું અને કંડકટરોની તથા મુસાફરોની ગેરરીતિ ઝડપી લઇ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત માસ દરમ્યાન રાજકોટ એસ.ટી.ની લાઇન ચેકીંગ સ્કવોડએ હાઇવે ઉપર જુદા જુદા રૂટોની 1056 બસોમાં ચેકીંગ કર્યુ હતું અને આ ચેકીંગ દરમ્યાન 3 કંડકટરોની ગેરરીતિ ઝડપી લેવાઇ હતી. આ કંડકટરોએ મુસાફરો પાસેથી ટિકિટનાં પૈસા લઇ ટિકીટ આપી ન હોવાનું ખુલ્યુ હતું.
આ ઉપરાંત ટીકીટ વિના મુસાફરી કરતા 15 ખુદાબક્ષ મુસાફરોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. અને રૂટ બોર્ડ, યુનિફોર્મ સહિતનાં જુદા જુદા 36 કેસો પણ કરવામાં આવેલ હતા અને ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ પેટે રૂા.7453ની વસુલાત કરવામાં આવેલ હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.