રાજકોટના યુવાને 2100ની લોન સામે 5.56 લાખ ચૂકવ્યા, પરિચિતને બીભત્સ ફોટા-મેસેજ મોકલવાની ધમકી આપતા ફરિયાદ
રાજકોટનો વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલો યુવક સચીન ભરતભાઈ પંચાસરા (ઉં.વ.27) ઓનલાઇન લિંક મારફતે માત્ર 2100 રૂપિયાની જ લોન લેવા જતાં સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. સાયબર માફિયા દ્વારા યુવકને બીભત્સ ફોટા, મેસેજ પરિચિતોને મોકલી વાઇરલ કરવાની ધમકી આપી દોઢ વર્ષ દરમિયાન 5,56,900 રૂપિયા પડાવી લીધા બાદ વધુ નાણા મેળવવા ધમકી આપતા હોવાની રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.