મર્ડરના કેસમાં સમાધાન કરવાનું કહીં યુવક પર આનંદ ઉર્ફે કાળુ અને તેના ભાઈઓનો છરીથી હિંચકારો હુમલો - At This Time

મર્ડરના કેસમાં સમાધાન કરવાનું કહીં યુવક પર આનંદ ઉર્ફે કાળુ અને તેના ભાઈઓનો છરીથી હિંચકારો હુમલો


નવયુગપરા શેરીમાં એક વર્ષ પહેલાં થયેલ મર્ડરના કેસમાં સમાધાન કરવાં મામલે નવા થોરાળાના ગિરીશ ઉર્ફે રાકેશને રસ્તામાં આંતરી આનંદ ઉર્ફે કાળુ અને તેના ભાઈઓએ છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આનંદ ઉર્ફે કાળુની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે ભાવનગર રોડ પર નવા થોરાળા શેરી નં.6 માં રહેતાં ગીરીશ ઉર્ફે રાકેશ હરીભાઈ ખીમસુરીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આનંદ ઉર્ફે કાળુ રવિ મૂછડીયા, નીતિન રવિ મૂછડીયા અને પ્રકાશ રવિ મૂછડીયા (રહે. તમામ ઘાંચીવાડ) ના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કેટરર્સમાં મજૂરી કામ કરે છે.
ગઈકાલે સાંજના છ એક વાગ્યાની આસપાસ તે તેના મિત્ર ઈરફાનનું એકટીવા લઈ ઘરેથી નવયુગ પરામાં રહેતાં તેના બહેન હંસાબેન સાગઠીયાના ઘરે ગયેલ હતો. ત્યાં તેમના બહેન ન હોવાથી તે પરત ફરતો હતો ત્યારે નવયુગપરા શેરી નં.7 ના ખૂણા પાસે પહોંચતા પાછળ બે અલગ-અલગ બાઇકમાં ઘસી આવેલાં આનંદ ઉર્ફે કાળુ તેમજ તેના બે સગા ભાઈઓ નીતિન મુછડીયા અને પ્રકાશ મુછડીયા તેમની પાસે આવી ઉભો રાખેલ અને કહેલ કે, એકાદ વર્ષ પહેલા થોરાળામાં રહેતો તારો ભાણેજ સિદ્ધાર્થ ઉર્ફે રઘાનું મર્ડર કરેલ અંગેનો કેસ કોર્ટમાં ચાલુ છે .
જે કેસનું તમે તમારા બહેન અને તમારા બનેવીને કહી સમાધાન કરાવી નાખો, જેથી ત્રણેય શખ્સને ભાણેજના મર્ડરના કેસમાં સમાધાન નથી કરવું તેમ કહેતા આનંદ ઉર્ફે કાળુએ છરી કાઢી ગાળો આપી અને જો કેસ પાછો નહીં ખેંચો તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી છરીનો એક ઘા ઝીંકો દિધેલ અને તેની સાથે રહેલ પ્રકાશ અને નીતિને બાઈક આડું રાખી આનંદ ઉર્ફે કાળુએ છરીનો બીજો ઘા પણ ઝીંકી દિધો હતો.
બાદમાં તે તેમની બહેનના ઘરે દોડી ગયેલ અને તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં ઇજાગ્રસ્ત ફરિયાદીએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા મારા ભાણેજ સિદ્ધાર્થ ઉર્ફે રઘાનુ મર્ડર થયેલ હોય જેમાં આરોપી આનંદ ઉર્ફે કાળુ અને તેનો ભાઈ નીતિનના નામ ફરિયાદમાં નોંધાવેલ હતાં અને તે મામલે કોર્ટમાં કેશ ચાલું હોય જેમનું સમાધાન કરવાં મામલે ત્રિપુટીએ તેઓને આંતરી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. એચ.પરમાર અને ટીમે આરોપી આંનદ ઉર્ફે કાળુની ધરપકડ કરી તેના બે ભાઈની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.