બોટાદમાં રાજ્યવેરા નિરક્ષક માલતીબેન ચૌહાણનો વય મર્યાદાએ વિદાય સમારોહ યોજાયો
બોટાદમાં રાજ્યવેરા નિરક્ષક માલતીબેન ચૌહાણનો વય મર્યાદાએ વિદાય સમારોહ યોજાયો
બોટાદના પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે ગુજરાત રાજ્યવેરા ઓફિસ ખાતે નિરક્ષક તરીકે ફરજ બજાવતા માલતીબેન જે.ચૌહાણ જેઓ એ 27 વર્ષ સુધી પોતાની ફરજ નિભાવી છે.માલતીબેનની ગત તારીખ 29-02-24 ના રોજ વય મર્યાદા પુરી થતા કચેરી ખાતે વિદાય સમારોહ કચેરીના વડા શ્રીમતી જી.જી.ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કચેરીના આર.ડી પટેલ,એસ કે ગૌસ્વામી,ડી એમ હળવદિયા,જે આર ચાવડા,એચ આર ખેર,એસ ડી.સોલંકી,તેમજ વી.આર.ભીલ વગેરે કર્મચારી ઉપસ્થિત રહી માલતીબેનને સાકરનો પડો અને શ્રીફળ અને મોમેન્ટો આપી વિદાય પ્રંસગે શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમનું સચાંલન ડી એમ હળવદિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.